મહિસાગર જીલ્લાના રાબડીયા ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ એક બાળકીનું મૃત્યુ થવા પામ્યું છે. ત્યારે આજે જીલ્લામાંં વધુ એક ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં જીલ્લા આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે.
મહિસાગર જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગામે ગામ પહોંચીને દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. સાથે ચાંદીપુરા વાયરસથી બચવા માટે માહિતી આપવાના પ્રયાસો હાથ ધરવામાંં આવ્યા છે. ચાંદીપુરા વાયરસએ સેન્ડ ફાયર માખી દ્વારા ફેલાતો રોગ છે અને નાના બાળકોથી લઈ 14 વર્ષ સુધીના બાળકો ચાંદીપુરા વાયરસના સંક્રમણનો ભોગ બને છે. સામાન્ય રીતે સેન્ડ ફાયર માખીઓ માટીની દિવાલો અને દિવાલોની તિરાડમાંં વસવાટ કરે છે. નાના બાળકોને કરડવાથી બાળકોમાંં રોગપ્રતિકારક શકિત હોવાને લઈ જલ્દી ભોગ બને છે. ચાંદીપુરા વાયરસનો ભોગ બનનારને તાત્કાલીક સારવાર મળે તો મૃત્યુના મુખ માંથી બચી જાય છે. ચાંદીપુરા વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.