લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ પાસે પીકઅપ ગાડીમાં રૂપિયા 8.76 લાખનું વિદેશી દારૂ લઈ જવામાં આવતો હતો. ત્યારે મહીસાગર એલસીબી પોલીસ દ્વારા આ દારૂના જથ્થાની ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે પીકઅપ ડાલાનો ડ્રાઇવર નાશી જવામાં સફળ રહ્યો હતો.
મહીસાગર એલસીબી પોલીસ કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં પાલ્લા તરફથી કોઠંબા તરફ જવાના માર્ગ ઉપર એક પીકઅપ કોઠંબા તરફ જતી હતી. જેને ઓવરટેક કરવા જતા તે પીકઅપ ડાલાના ચાલે કે વાહન ઉભું રાખ્યું ન હતું અને કોઠંબા તરફ ગતીએ ભગાવેલ હતું. જેનો પીછો કરતા પીકઅપના ચાલકે વાહન કોઠંબા ગામથી લાડવેલ તરફ જવાના રોડ પર પેટ્રોલ પંપની નજીકમાં જ રોડની એક સાઈડમાં ઊભું રાખી દઈને તે ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો પણ કર્યો હતો, પરંતુ પીકપ ડાલાનો ચાલક અંધારાનો ફાયદો ઉઠાવીને ખેતરોમાં જાડી જોખરામાં થઈને નાશી જવામાં સફળ થયો હતો.
પીકપ ડાલામાં તાડપત્રી બાંધેલી હતી. જે તાડપત્રીને ખોલીને જોતો તેમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવવા પામી હતી. જેથી તે વાહન કઉઇની કચેરીના કમ્પાઉન્ડમાં લાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી 100 પેટી અને પ્લાસ્ટિકની અલગ અલગ થેલીઓમાં ભરેલ કુલ બોટલ નંગ 8768 જેની કિંમત રૂપિયા રૂા.8,76,800/-નો વિદેશી દારૂ તથા પીકપ ડાલાની રૂપિયા પાંચ લાખ કિંમત તેમ કુલ મળીને રૂપિયા 13,76,800-નો મુદ્દામાલ મહીસાગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.