મધ્યપ્રદેશના પ્રખ્યાત આઇએએસ ઓફિસર નિયાઝ ખાને મૌલવી અને મદરેસા સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. આ વખતે તેણે ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તીને નિશાન બનાવી છે.આઇએએસ ઓફિસર નિયાઝ ખાન અવારનવાર પોતાના નિવેદનો અને પોસ્ટ્સને કારણે સમાચારમાં રહે છે. ફરી એકવાર નિયાઝ ખાન એકસ પર તેની પોસ્ટ માટે હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં આઇએએસ ઓફિસર નિયાઝ ખાને મુસ્લિમ વસ્તી પર સવાલ ઉઠાવ્યા છે.
તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે વિશ્ર્વમાં જે રીતે મુસ્લિમોની વસ્તી વધી છે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ છે. આફ્રિકામાં દસ બાળકોનો જન્મ થઈ રહ્યો છે. આપણા દેશમાં નિમ્ન વર્ગમાં પણ આવી જ સ્થિતિ છે. નિયાઝ ખાને મૌલવી-મદરેસાઓના શિક્ષણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આના કારણે મુસ્લિમો તાકક રીતે વિચારી શક્તા નથી. માત્ર યોગ્ય શિક્ષણ જ તેને નિયંત્રિત કરી શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે નિયાઝ ખાને આ પ્રકારનું ટ્વીટ કે નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેમણે એમપીમાં ચાલી રહેલા ધર્માંતરણ વિવાદ પર મુસ્લિમોને સલાહ આપી હતી. તેમણે મુસ્લિમોને ગાયો પાળવાની અપીલ કરી હતી અને શાકાહારી બનવા કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે તમારે કોઈને પણ ધર્મ બદલવા માટે દબાણ ન કરવું જોઈએ.
તાજેતરમાં તેમણે બ્રાહ્મણોના ઈતિહાસ પર પુસ્તક લખીને ભારે ચર્ચા જગાવી છે. નિયાઝ ખાને અત્યાર સુધીમાં આઠ નવલકથાઓ પ્રકાશિત કરી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલ તેમના પુસ્તક ’બ્રાહ્મણ ધ ગ્રેટ’એ ઘણી હેડલાઈન્સ બનાવી છે. આમાં તેમણે લખ્યું છે કે બ્રાહ્મણો સુપર બ્રેઈન ધરાવે છે, તેમણે કહ્યું કે જો બ્રાહ્મણોને દરેક ક્ષેત્રમાં બૌદ્ધિક નેતૃત્વ આપવામાં આવે અને સલાહકાર બનાવવામાં આવે તો દેશની અંદર સ્થિતિ સુધરી શકે છે. ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. નિયાઝ ખાને ફિલ્મ ’ધ કાશ્મીર ફાઇલ્સ’ની રિલીઝ વખતે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ પછી સરકારે તેમને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. હવે તેણે પોતાના ટ્વિટર બાયોમાંથી આઇએએસ પણ હટાવી દીધું છે.