ગોધરા,
ગુજરાત વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા ચૂંટણી અધિકારી/ કલેક્ટર પંચમહાલના માર્ગદર્શન હેઠળ SWEEP એક્ટિવિટી અંતર્ગત ‘દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ’ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય ગોધરા ખાતે PWD મતદારોના નોડલ ઓફિસર અને PWD મતદારોના આસિસ્ટન્ટ નોડલ ઓફિસર સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પંચમહાલના સહયોગથી આજરોજ તારીખ 24 નવેમ્બર 2022 ના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના 40 જેટલા મૂક બધિર દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ તારીખ 5 મી ડિસેમબરે વધુને વધુ પ્રમાણમા મતદાન કરવા માટે વિનંતી કરી. આ રંગોળી સ્પર્ધાની મુખ્ય થીમ ‘દિવ્યાંગ મતદાર જાગૃતિ’ હતી. PWD મતદારોના નોડલ ઓફિસર અને PWD મતદારોના આસિસ્ટન્ટ નોડલ ઓફિસર પંચમહાલે રૂબરૂ હાજર રહી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા .