હાલોલ,
હાલોલ વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરતાં હોય તેવા 7 સભ્યો તાત્કાલીક અસરથી પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા.
હાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. ત્યારે હાલોલ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઈ હાલોલ ભાજપના સક્રિય સભ્યો એવા રામચંદ્ર રમણલાલ બારીયા, રતીલાલ રમણલાલ બારીયા, સુભાષભાઈ રમણલાલ પરમાર, ચિરાગભાઈ સુભાષભાઈ પરમાર, વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર, એપીએમસી ઘોઘંબા ચેરમેન મહેન્દ્રસિંહ મોતીસિંહ પરમાર, ભગવતીબેન રામચંદ્ર બારીયાને ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.