દાહોદ જિલ્લામાં ઠંડીનું તાપમાન વધ્યું : દિવસે પણ જોવા મળતો ઠંડીનો ચમકારો

દાહોદ,

હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં હિમ વર્ષાને લઈ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી પછી એમ તો ઠંડીનો માહોલ ધીરે ધીરે જામતો જોવા મળી રહેલ છે, પણ હાલતો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને લઈને નગરમાં ઠંડીના તાપમાનમાં વધારો જોવા મળી રહેલ છે. હાલનાં ઠંડીના ચમકારાને લઈને નગરજનોને ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહેલો છે અને નગરજનોમાં પણ આવા સરસ વાતાવરણને લઈ તાજગી જોવા મળી રહેલ છે. નગરજનોને ઠંડીનો અહેસાસ થતાં સ્વેટર, મફલર, શાલમાં જોવા મળી રહેલ છે અને સવારમાં તડકામાં ચાની હાથલારી પર ચા પીતા પીતા ઉભા રહી ઠંડી ઉડાડતાં જોવા મળી રહ્યા છે. સવાર સાંજ નગરજનો તાપણાની મજા લેતા પણ જોવા મળી રહેલ છે. ધીરે ધીરે ઠંડીમાં થયેલ ચમકારાને લીધે નગરજનો સવાર સાંજ તંદુરસ્તી જળવવા માટે વોક કરતા પણ જોવા મળી રહેલ છે. આમ હાલતો નગરજનો ઠંડીના ઠંડા વાતાવરણની મજા લેતા જોવા મળી રહ્યા છે.