રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી ૫ બાળકોના મોત, કેસ વધતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઇ

ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ ૫ બાળકોનાં મોત થયા હતા. રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. તેમજ નવી સ્ઝ્રર બિલ્ડીંગ ખાતે આઈસીયું સાથેનાં ૭ બેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રની તૈયારી છે.

જોકેચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જછે. રાજકોટમાં નવી એમસીએચ બિલ્ડીંગ ખાતે આઇસીયુ સાથેના ૭ બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડ્યે બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારી હોવાનું ઇર્સ્ં એ નિવેદન આપ્યુ છે.દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.રાજકોટનાં લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.