કાલોલના કાનોડ ગામે પ્રાથમિક શાળાના નવ ઓરડાઓનું સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

કાલોલ તાલુકાના કાનોડ ગામે શાળાના 148માં સ્થાપના દિવસે પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે નવ જેટલા નવીન પ્રાથમિક શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ જીલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા કાલોલ તાલુકા વિકાસ અધિકારી એસ.જે.ચૌહાણ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકરી ગાયત્રીબેન, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અરવિંદસિંહ પરમાર તેમજ કાનોડ ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પાબેન ચૌહાણ, જીલ્લા પંચાયત સદસ્ય પ્રવિણસિંહ ચૌહાણ તેમજ કાલોલ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સહિત પ્રાથમિક શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહયા હતા અને પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે નવ જેટલા નવીન પ્રાથમિક શાળાના ઓરડા ની રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું