સેન્સેક્સમાં ‘હાઈ ટાઈડ’, ઐતિહાસિક રેકોર્ડ સર્જાતા પહેલી વાર વટાવી 62,000ની સપાટી

  • શેરબજાર માટે ગુરુવાર બન્યો મંગળ
  • સેન્સેક્સનો ઐતિહાસિક રેકોર્ડ
  • પહેલી વાર વટાવી 62,000ની સપાટી 
  • નિફ્ટીએ પણ રચ્યો ઈતિહાસ 

ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ ભારે મંગળકારી રહ્યો છે. શેરબજારના ઈતિહાસમાં ગુરુવારે સેન્સેક્સમાં ભારે ભરતી જોવા મળી હતી અને પહેલી વારે તેણે 62,000ની સપાટી વટાવી હતી. 

બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં ભારે તેજી 
બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં શાનદાર ખરીદીને કારણે બીએસઈ સેન્સેક્સ ઐતિહાસિક રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયો છે. ભારતીય શેરબજારના ઇતિહાસમાં પહેલીવાર સેન્સેક્સ 62000ની ઉપર બંધ થયો છે. તો આજના કારોબારી સત્રમાં બેન્કિંગ શેરોમાં શાનદાર વધારાને કારણે બેન્ક નિફ્ટી પણ ઐતિહાસિક રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો છે. 

ગુરુવારે 762 પોઈન્ટના ઉછાળા સાથે  62,272 પર બંધ 
ગુરૂવારના કારોબારના અંતે મુંબઈ શેરબજારનો સેંસેક્સ 762 અંકના વધારા સાથે 62,272 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 216 અંકના ઉછાળા સાથે 18484 પર બંધ થયો હતો.

નિફ્ટી પહેલીવાર 43075 ના સ્તર પર બંધ 
નિફટીએ પણ ઈતિહાસ રચ્યો છે. નિફ્ટી પહેલીવાર 43000ને પાર કરીને 43075 ના સ્તર પર બંધ થયો છે. આઈટી શેરોમાં શાનદાર વધારાને કારણે નિફ્ટી આઈટી 773 પોઈન્ટના ઉછાળા સાથે 30,178 પોઈન્ટ પર બંધ થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 43 શૅર વધારા સાથે બંધ થયા છે, જ્યારે માત્ર 7 શૅરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સેન્સેક્સના 30માંથી 26 શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે ચાર લાલ નિશાનમાં બંધ થયા હતા.