વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લા અંતર્ગત લીમડી પ્રખંડની બેઠક એચીવર હાઇસ્કુલ લીમડી ખાતે યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લા અંતર્ગત લીમડી પ્રખંડની બેઠક જીલ્લા મંત્રી યોગેશ શર્મા અને સહમંત્રી કિરણસિંહ ચાવડા, કમલેશ ગુજ્જર અને રાહુલ જોધા રાઠોડની ઉપસ્થિતિમાં યોજવામાં આવી. જેમાં અગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. વીએચપીની કાર્ય સ્થિતિ સૌને વાકેફ કરવામાં આવ્યા અને પ્રખંડના હોદ્દેદારોની ઘોષણા કરવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે રમેશભાઈ ડામોર મલવાસી, ઉપાધ્યક્ષ તરીકે દિપેશભાઈ પટેલ અને તુષારભાઈ કડિયા જ્યારે મંત્રી તરીકે પ્રજ્ઞેશભાઈ પટેલ, સહમંત્રી તરીકે વિનોદભાઈ કપાસિયા અને વિશાલભાઈ પ્રજાપતિ, બજરંગ દળ સંયોજક તરીકે કુલદીપભાઈ મોરી, સહસંયોજક પંકજભાઈ રાઠોડ અને દિલીપભાઈ દુનિયા, ગૌરક્ષા સંયોજક અલ્પેશભાઈ ગારી, સહસંયોજક દીપેશભાઈ પ્રજાપતિ અને કલ્પેશભાઈ પ્રજાપતિ જ્યારે સત્સંગ સંયોજક કલાભાઈ ભાભોર, સહ સંયોજક લક્ષ્મણભાઈ હઠીલા અને સંજય પ્રજાપતિ ધર્મ પ્રચારક, સંયોજક મેહુલ ભાભોર, સહ સંયોજક મયંકભાઇ સાધુ અને કિરીટભાઈ પ્રજાપતિ જ્યારે કાર્યકર્તા તરીકે ઉત્સવ પંચાલ અને જયદીપ પરમારની ઘોષણા કરવામાં આવી હતી.