મહારાષ્ટ્રના નાસિક પાસે ભૂકંપ અનુભવાયો, રિક્ટર સ્કેલમાં ૩.૬ની તિવ્રતા જણાઈ

નાસિક,

બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના નાશિક પાસે રિક્ટર સ્કેલ પર ૩.૬ તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ જાણકારી આપી છે. એનસીએસના જણાવ્યા અનુસાર, નાસિકથી ૮૯ કિમી પશ્ર્ચિમમાં સવારે લગભગ ૪ કલાકે ધરતીની પરત નીચે ટેક્ટોનિક પ્લેટોની હલચલ અનુભવાઈ હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૫ કિમી નીચે હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ એક ટ્વિટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રના નાસિકથી ૮૯ કિમી પશ્ચિમમાં આજે સવારે લગભગ ૦૪.૦૪ કલાકે ૩.૬ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૫ કિમી નીચે હતી. આ અગાઉ મંગળવારે લદ્દાખના લેહ અને કારગિલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૪.૩ રહી હતી. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી ૧૯૧ કિમી દૂર ઉત્તરમાં હતું. અહીં ઉલ્લેખનિય છે કે, ઈંડોનેશિયાના જાવા દ્વિપ પર સોમવારે આવેલા ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા મંગળવારે વધીને ૨૬૮ થઈ ગઈ છે. કારણ કે ધારાશાયી થયેલી ઈમારતોમાંથી લાશો નિકળી રહી છે અને હજૂ પણ ૧૫૧ લોકોના ગુમ છે. કહેવાય છે કે, સિયાંજૂર શહેર નજીક સોમવારે બપોરે આવેલા ૫.૬ તિવ્રતાના ભૂકંપમાં અન્ય ૧૦૮૩ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે ગ્રામિણ વિસ્તાર નજીકની ઈમારતો ધરાશાયી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, માર્યા ગયેલા લોકો ઉપરાંત ૩૦૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને લગભગ ૬૦૦થી વધારે લોકોને મામૂલી ઈજા થઈ છે.