કિમ કાર્દશિયે ઇસ્કોન મંદિરમાં ભગવાનના દર્શન કર્યા ,ભંડારામાં પીરસ્યું ભોજન

હોલિવૂડ સ્ટાર કિમ કાર્દશિયન પોતાની પહેન ક્લોઇ કાર્દશિયન સાથે હાલમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થવા માટે મુંબઇ આવી હતી. આ દરમિયાન કિમે પોતાના દેશી લુકથી લાઇમલાઇટ લૂંટી. અનંત-રાધિકાના લગ્ન અને શુભ આશીર્વાદ સેરેમની અટેન્ડ કર્યા બાદ તે પોતાની બહેન સાથે મુંબઇ ફરવા નીકળી હતી.

આ વચ્ચે કિમે મુંબઇના ઇસ્કોન મંદિરમાં ભગવાનના દર્શન પણ કર્યા. આ દરમિયાન તેની સાથે મંદિરમાં લાઇફ કોચ જય શેટ્ટી પણ હાજર હતાં. કિમે આ દરમિયાનની કેટલિક ખાસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.

આ તસવીરોમાં કિમ અને તેની બહેન ક્લોઇ ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભક્તિમાં લીન જોવા મળી. આ દરમિયાન આ વિદેશી હસીનાઓનો અલગ અંદાજ જોવા મળ્યો જે ભારતીય ફેન્સનું દિલ જીતવા માટે પૂરતો છે.

મંદિર પરિસરમાં બંને બહેનો ભારતીય પરિધાન પહેરેલી જોવા મળી અને ઉપરથી પોતાને દુપટ્ટાથી ઢાંક્તી જોવા મળી. બંને બહેનોએ ઇસ્કોન મંદિરમાં શ્રીરાધા-કૃષ્ણના દર્શન કર્યા અને સેવા પણ કરી.આ દરમિયાન કિમે મંદિરમાં દર્શન કરવાની સાથે બાળકોને ભોજન પણ પીરસ્યુ. આ તસવીરમાં કિમ અને તેની બહેન હાથમાં ડોલ લઇને બાળકોને ભંડારાનું ભોજન પીરસતી જોવા મળી રહી છે.

આ દરમિયાન તે બાળકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરતી જોવા મળી. કિમની આ તસવીરો જોઇને ભારતીય ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયાં છે અને બંને બહેનોના આ પરોપકારી કામના ખૂબ વખાણ કરી રહ્યાં છે. કેટલિક તસવીરોમાં કિમ અને તેની બહેન પુજારી સાથે વાતચીત કરતી પણ જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં કિમે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘મંદિરમાં આ ખૂબસૂરત અનુભવ અને દર્શન કરાવવાનો અવસર આપવા માટે જય શેટ્ટી અને રાધી દેવલુકિયાનો આભાર. હું હંમેશા આભારી રહીશ. જણાવી દઇએ કે, ૪૦ વર્ષીય કિમ પોતાની બહેન ક્લોઇ સાથે ૧૨ જુલાઇએ ભારત પહોંચી હતી. બંને બહેનોએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયા વિઝિટ વિશે અપડેટ શેર કરી છે.

અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થતાં પહેલા તેમણે ઓટો રિક્ષાની સવારી પણ કરી હતી. ભારતથી રવાના થયા બાદ કિમે પોતાની જર્નીની તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘ભારત મારા દિલમાં છે.’