ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ ભારત-પાકિસ્તાન એક નહીં પરંતુ ૪ વખત ટકરાશે

ક્રિકેટ જગતમાં સૌથી વધુ દુશ્મનાવટ ધરાવતી બે ટીમોમાં ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ ટોચ પર રહેશે. જ્યારે પણ આ બંને ટીમો એકબીજા સામે રમવા મેદાનમાં આવે છે ત્યારે દર્શકોને હાઈ વોલ્ટેજ ડ્રામેટિક મેચ જોવા મળે છે. જો તમે પણ ભારત-પાકિસ્તાન મેચના ચાહક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, શરૂઆતમાં આ બંને ટીમો આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં આમને-સામને થવાની હતી, પરંતુ તે પહેલા હવે તેઓ કુલ ૪ વખત આમને-સામને થશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટક્કર અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ દરમિયાન થઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાડોશી દેશને હરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૪માં આ બંને ટીમો મેદાન પર ૪ વખત એકબીજા સામે રમશે. જો કે હવે મેચ પુરૂષ ટીમ સામે નહીં પરંતુ મહિલા ટીમ સામે રમાશે.

આ બંને ટીમો એશિયા કપ ૨૦૨૪ અને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં સામસામે ટકરાશે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ ૧૯મી જુલાઈએ રમાશે. જો આ બંને ટીમો ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે તો ફરી એકવાર તેમની વચ્ચે ૨૮મી જુલાઈના રોજ મુકાબલો થશે. આ પછી મહિલા ટીમો ૬ ઓક્ટોબરે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં રમશે. તેમજ જો બંને ફાઇનલમાં પહોંચે છે તો ૨૦મી જુલાઇએ તેમની વચ્ચે મેચ રમાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ હવે શ્રીલંકામાં યોજાનારા એશિયા કપ ૨૦૨૪માં આમને-સામને ટકરાશે. આ મેચ દાંબુલામાં યોજાશે. સાંજે ૭ વાગ્યાથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. બીસીસીઆઈએ તાજેતરમાં આ માટે ભારતની ટીમની જાહેરાત કરી હતી. હરમનપ્રીત કૌર એશિયા કપ ૨૦૨૪માં ટીમનું નેતૃત્વ કરશે.