રાહુલ ગાંધીનો ચહેરો આજકાલ સદ્દામ હુસૈન જેવો દેખાય છે! : હિમંતા બિસ્વા સરમા

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ખીલ્યો છે. હાલ વાર પ્રતિવાર થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી મહિને થનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા અમદાવાદમાં બીજેપી ઉમેદવાર માટે એક જનસભાને સંબોધિત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે આજકાલ રાહુલ ગાંધી સદ્દામ હુસૈન જેવા દેખાય છે. રાહુલ ગાંધીના દેખાવ પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું કે, હવે મેં જોયું છે કે રાહુલ ગાંધી ચહેરો પણ બદલાઈ ગયો છે. ચહેરો બદલવો એ ખરાબ વાત નથી. જો તમારો ચહેરો બદલે છે તો સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ કે ગાંધીજીની જેમ કરો, પરંતુ તમારો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થતો જઈ રહ્યો છે. ગુજરાતના ભાર્ગવ રોડ ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે, આજકાલ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો દેખાય છે. ચહેરો રાખવો હોય તો ગાંધી જેવો રાખો. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર બાબરનું નામ લે છે અને માત્ર એક જ ધર્મને આગળ કરે છે. તો જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વીર સાવરકરનું અપમાન કરે છે, તમારી હિંમત કેવી રીતે થઈ? હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં દેખાતા નથી, આજકાલ તેઓ મહેમાન બનીને આવ્યા છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂરી થઈ ગઈ હતી પરંતુ તે ત્યાં પણ ગયા નથી. જે રાજ્યોમાં ચૂંટણી નથી, ત્યાં જ તેઓ જતા હોય છે, પરંતુ જ્યાં ચૂંટણી હોય ત્યાં તેઓ જતા નથી. તેઓ ચૂંટણી હારી જવાથી ડરે છે. તેઓ જાણે છે કે હું જ્યાં જઈશ ત્યાં મારી હાર થશે. તેમને જીતવાની કોઈ આશા પણ નથી. ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ગુજરાતની અમુક પ્રવાસ પર સવાલ ઉઠાવતા સરમાએ કહ્યું કે, તેઓ ગુજરાતમાં અદૃશ્ય છે. તેઓ વિઝિટિંગ ફેકલ્ટીની જેમ રાજ્યમાં આવે છે. તેમણે હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર કર્યો નથી. તે ફક્ત તે જ સ્થળોની મુલાકાત લે છે જ્યાં ચૂંટણી નથી થઈ.. કદાચ એના કારણે જ તેમને હારનો ડર છે. આસામના મુખ્ય પ્રધાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસાની ચૂકવણી પણ કરી હશે, આડક્તરી રીતે અભિનેત્રી પૂજા ભટ્ટ અને અમોલ પાલેકરનો ઉલ્લેખ કર્યો છે જેઓ યાત્રામાં આવ્યા હતા. અગાઉ, ધનસુરામાં એક જાહેર સભાને સંબોધતા સરમાએ ’લવ જેહાદ’ને કાબૂમાં લેવા માટે કડક કાયદા બનાવવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, પુછપરછ દરમિયાન આફતાબ અમીન પૂનાવાલા જેના પર દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરવાનો આરોપ છે, કથિત રીતે કહે છે કે તે માત્ર હિંદુ છોકરીઓને ડેટ કરી રહ્યો હતો કારણ કે તેઓ ભાવનાત્મક હતી.