આંધ્રપ્રદેશમાં પત્ની અને બે નાની છોકરીઓની હત્યા કરનાર ડોક્ટરની ધરપકડ કરાઇ

આંધ્રપ્રદેશમાં એક ડોક્ટરે ગેરકાયદેસર સંબંધોના કારણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. ફિઝિયોથેરાપિસ્ટ બી. પ્રવીણે તેની પ્રેમિકા સાથે રહેવા માટે તેના પરિવારની ક્તલ કરી નાખી. સૌથી પહેલા તેણે તબિયતને બહાને પત્નીને ઝેરી ઈન્જેક્શન આપીને મારી નાખી ત્યાર બાદ ૫ અને ૩ વર્ષની પુત્રીઓ કૃષિકા અને કૃતિકાનું નાક અને મોં દબાવીને હત્યા કરી હતી પછી આખા હત્યાકાંડનુ નાટક કરવા ગયો પરંતુ તેમાં ભૂલ થઈ જતાં ૪૫ દિવસ બાદ પકડાયો હતો.

પ્રવીણે ટ્રિપલ મર્ડર એવી રીતે અંજામ આપ્યો હતો કે તે દોઢ મહિના સુધી સામાન્ય જીવન જીવતો હતો અને તેની કોઈને ખબર પણ ન પડી. જ્યાં સુધી તે પોલીસના હાથે ન પકડાયો ત્યાં સુધી કોઈએ તેના પર શંકા પણ કરી ન હતી. તેણે ૨૮ મેના રોજ આ ગુનો કર્યો હતો અને હવે તે પકડાઈ ગયો છે. ભયાનક હત્યાકાંડ બાદ પ્રવીણે તેમની લાશો કારમાં લઈ ગયો હતો અને કારને ઝાડ સાથે ટકરાવીને એક્સિડન્ટનું નાટક કર્યું હતું.

આ દુર્ઘટનાના ખુલાસા પર પોલીસે કહ્યું કે ’અમને પત્ની કુમારીના શરીર પર સોયના નિશાન મળ્યા, જેના કારણે અમને શંકા થઈ. કુમારી અને બાળકોના શરીર પર અન્ય કોઈ નિશાન ન હતા. આ પછી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ પછી જ્યારે તપાસ ટીમ અકસ્માત સ્થળ પર પહોંચી તો ત્યાં એક ઈન્જેક્શન મળી આવ્યું હતું. તે કારમાંથી મળ્યું હતું જે સંકેત આપે છે કે કદાચ કંઈક ખોટું થયું છે. આરોપી ડોક્ટર પ્રવીણ તેની હોસ્પિટલમાં કામ કરતી એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે રહેવા માટે પરિવારની હત્યા કરી નાખી. હત્યાકાંડ બાદ તે ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો પરંતુ આખરે તેનો ભેદ પકડાઈ ગયો. પ્રવીણે ગુનો કબૂલી લીધો છે.