દે.બારીઆ તાલુકાના મોટાભાગના ગામડામાં 15 દિવસ અગાઉ વરસેલા ધીમા વરસાદમાં માંડ માંડ ખેતરની ખેડ ભીંજાતા ખેડુતોએ વરસાદ થોડા દિવસમાં સારો આવશે તેવા વિશ્વાસથી પોતાની ખેતી કરી દીધી હતી. પરંતુ ચોમાસુ સત્રના વરસાદની કહેવત છે કે,મેઘનુ અને મોતનુ કંઈ નકકી નહિ એ કહેવત મુજબ ચોમાસુ સમય વિતી રહ્યો છે. પણ હજુ દે.બારીઆ તાલુકામાં ધોધમાર વરસાદ નહિ વરસતા ગામડાના નદીનાળા, કોતર, તળાવ, કુવા, ચેકડેમ, હજુપણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે.દે.બારીઆ તાલુકાના પીપલોદ, મોટીઝરી, અસાયડી, ભથવાડા, અંતેલા, પંચેલા, સાગટાળા, બામરોલી, દુધિયા, કાળીડુંગરી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડુતો પોતાનો પાક નિષ્ફળ જશે તે ચિંતામાં મુકાયા છે.