મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની ખોડિયાર નગર સોસાયટીમાં સોના-ચાંદીના તથા રોકડા મળી કુલ રૂ.2.44 લાખની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી.
બાલાસિનોર તાલુકાના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા અને મુળ ગજા પગીના મુવાડા તા.બાલાસિનોરના દિપકકુમાર અમરસિંહ ચોૈહાણ આર્મીમાંથી રિટાયર્ડ થયેલા છે અને થર્મલ જી.ઈ.બી.માં સિકયુરિટીની નોકરી છે. તા.13/07/2024ના રોજ તેઓ તેમના પરિવાર સાથે તેમના વતન ગજા પગીના મુવાડા ગામે ગયા હતા. તા.14/07/2024ના રોજ તેમનો દિકરો મયુરસિંહ ટ્યુશન જવા માટે બાલાસિનોર ખાતે તેમના મકાનમાં જતાં ત્યાં મકાનનુ તાળુ તુટેલી જોવા મળતા દિપકભાઈને જાણ કરતા તેઓ તેમની પત્નિ તથા તેમની દિકરી કોમલ તથા તેમના કાકાના દિકરા ધુળાભાઈ ડાહ્યાભાઈ ચોૈહાણ ત્યાં જઈને જોતા મુખ્ય દરવાજાનુ મારેલુ તાળુ તુટેલુ હતુ. તાળાને મારેલો નકુચો તુટેલી હાલતમાં નીચે પડેલ હતો અને દરવાજો ખુલ્લો હતો. મકાનની અંદર જઈ તપાસ કરતા ધરનો સરસામાન વરવિખેર હાલતમાં હતો.પત્નિએ તેના દાગીના મુકેલા હતા ત્યાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2,44,000/-ની ચોરી થઈ હતી. આ બનાવની જાણ દિપકકુમાર અમરસિંહ ચોૈહાણે ફરિયાદ નોંધાવતા બાલાસિનોર પોલીસે ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.