પંચમહાલ જિલ્લાના દામાવાવ પોલીસ મથકની હદમાં સ્ટેટ વીજીલન્સની ટીમે રેડ પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જે બનાવને પગલે જિલ્લા પોલીસ વડાએ દામાવાવ પોલીસ મથકના પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.
પંચમહાલ જિલ્લાના દામાવાવ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ ગુણેશીયા ગામમાં બુટલેગરના મકાનમાં સ્ટેટ વીજીલન્સ સેલના અધિકારીઓએ તા.12મીએ રેડ કરી રૂ.37 લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડેલ હતો. પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસનને ગંધ પણ ન આવે તે રીતે અત્યંત ગોપનીય રીતે સ્ટેટ વીજીલન્સ સેલની ટીમે ઓપરેશન અમલમાં મુકયુ હતુ. સ્ટેટ વીજીલન્સ સેલની રેઈડ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દામાવાવ પોલીસ મથકના પીએસઆઈ ડી.એમ.રાઠોડ, હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ પ્રેમાભાઈ અને નિતેષકુમાર રામસિંગભાઈ તથા એલ.આર.પાનુભાઈ ભુરાભાઈ એમ કુલ ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.