પ્રાપ્ત કી માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલા નાયબ વન સંરક્ષક શ્રી બારીઆ ની કચેરી ના DCF તરીકે ફરજ બજાવતા આર એમ પરમારે કોઈક અગમ્યો કારણો સર ગત ૧૨ જુલાઈ ના રોજ દાહોદ આવેલા પોતાના મકાનમાં વહેલી સવારે પોતાની સર્વિસ રિવોલ્વર થી માથામાં માં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી જેને લઇ જિલ્લા સહિત વન વિભાગના ના અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
- હજી તેની તપાસનો દોર શરૂ થયો છે ત્યારે વધુ એક કર્મીએ એસિડ પી ને આત્મહત્યા કરી લેતા ચકચાર
- ગણત્રી ના દિવસ પહેલા જ મુખ્ય અધિકારી એ પોતાની સર્વિસ રિવોલ્વર થી આત્મહત્યા કરી હતી
- ઘરે થી નોકરી ઉપર નીકળેલા કર્મીએ સંતરોડ ખાતે એસીડ ગટ ગટાવ્યું
- વડોદરા સારવાર હેઠળ જ્યા મોત નિપજ્યું
- દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ નાયબ વન સંરક્ષક શ્રી બારીયા ની કચેરીના ડી સી એફ ની આત્મા હત્યાના એક સપ્તાહમાં બીજા એક કર્મી એ આત્મહત્યા કરી લેતા ચકચાર
ત્યારે હજી આ બનાવ ને એક સપ્તાહ નો સમય થયો નથી ત્યાં આજે ઓફિસમાં કાયમી રોજમદાર તરીકે ઓફિસમાં ફરજ બજાવતા મહેશ ભીમાભાઇ બારીયા રહે માતરીયા વેજમાં જે ગત તારીખ 16 જુલાઈ ના રોજ ઘરેથી ઓફિસમાં જવું છું તેમ કહીને નીકળ્યા હતા અને સંતરોડ આવી કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવવા માટે એસિડ ગટગટા વી જઈ તેમના પુત્ર રાકેશને આ બનાવ અંગે પોતે જ ટેલીફોન થી જાણ કરતાં તેના પરિવારજનો સંતરોડ ખાતે દોડી આવી સારવાર હેઠળ ગોધરા ખસેડ્યા હતા જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજરોજ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ ત્યારે એક જ સપ્તાહ ના ટૂંકા ગાળામાં કચેરી ના વડા તેમજ કચેરીના કાયમી રોજમદાર ની આત્મહત્યાથી વન વિભાગ ના કર્મીઓ મા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે હવે આ બંને કર્મીઓના મોતને લઈ પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરશે તે જોવાનું રહ્યું