ગોધરા જહુરપુરા વિસ્તારમાં રહેતા મહિલા આરોપી વડોદરા મઘ્યસ્થ જેલમાં પાકા કામની કેદી તરીકે સજા ભોગવતા હોય કેદીના 15 જુન 2024ના ફલો રજા મંજુર થતાં મુકત કરેલ હતા. અને 30 જુનના રોજ રજા પુરી થતાં જેલમાં હાજર નહિ થઈ થઈ ફરાર થઈ જતાં આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા જહુરપુરા વિસ્તારમાં રહેતા સંગીતાબેન કાળુભાઈ રત્નાભાઈ બારીયા ઈપીકો કલમ 304 પાર્ટ-2ના ગુનામાં વડોદરા મઘ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતા હોય મહિલા કેદીને અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ કચેરી અમદાવાદના હુકમથી 14 દિવસના ફલો રજા મંજુર થતાં મહિલા કેદીને 15/06/24ના રોજ ફલો રજા પર મુકત કરેલ હતા. મહિલા કેદીએ રજા પુર્ણ થતાં 30 જુન 2024ના રોજ જેલબંધી પહેલા જેલ ફલો રજા પરથી પરત હાજર નહિ થતાં ફરાર થઈ જતાં આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથક વડોદરા મઘ્યસ્થ મહિલા વિભાગ જેલર દ્વારા ફરિયાદ નોંધાવવા આવી છે.