શહેરા તાલુકાના અટકપુર ગામે જુની હાઈસ્કુલ ફળિયામાં ફરિયાદીએ પોતાનુ ખેતર ખેડાવેલ હતુ. આ ખેતરમાં આરોપીએ બિયારણ ઓરવાનુ કામ કરતા હોય ફરિયાદીએ અમારી જમીન છે કેમ બિયારણ ઓરો છો તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી લાકડી વડે એક વ્યકિતને માથામાં મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ખટકપુર ગામે જુની હાઈસ્કુલ પાસે રહેતા રેવાબેન અર્જુનભાઈ ખાંટ પોતાનુ ખેતર ખેડાવેલ હતુ આ ખેતરમાં આરોપીઓ મનોજભાઈ અમરાભાઈ ખાંટ, મોતીભાઈ અમરાભાઈ ખાંટ, અમરાભાઈ જેસિંગભાઈ ખાંટ, મહેન્દ્રભાઈ મોતીભાઈ ખાંટ, ફરિયાદીના ખેતરમાં બિયારણ ઓરવાનુ કામ કરતા હોય જેથી રેવાબેને અમારી જમીન ખેડાવી છે તેમાં બિયારણ કેમ ઓરો છો તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી દિલીપભાઈ અર્જુનભાઈને મનોજ ખાંટ હાથમાં રાખેલ લાકડી માથામાં મારી ઈજાઓ પહોંચાડી જયારે અન્ય આરોપીઓએ વચ્ચે છોડાવવા પડેલ વ્યકિતને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવવા પામી છે.