સંતરામપુર શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું

સંતરામપુરમાં શાંતિભરી માહોલમાં તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું. નદીમાં ઠંડા કરવામાં આવ્યા. સંતરામપુરમાં ઇમામ હુસેન કરબલામાં 72 સાથીઓ સાથે શહીદ થયેલા શહાદતમાં 10મી મોહરમના રોજ સંતરામપુરમાં જુમ્મા મસ્જિદ, ફૈજાને મસ્જિદ, નૂરી મસ્જિદમાં દસ દિવસ સુધી મૌલાના દ્વારા ઇમામ હુસેનની વિશેષ બયાન કરવામાં આવેલું બયાન કરવામાં આવેલું હતું. આજરોજ સંતરામપુર જુમ્મા મસ્જિદ, નૂરી મસ્જિદમાં મસ્જિદોમાં આસુ રાની નમાજ અદા કરવામાં આવેલી હતી. હુસેની ચોક માંથી રીફાઇ કમિટી દ્વારા તાજીયા ઝુલુસ કાઢવામાં આવેલું હતું. હુસેનીચોક સી ભાઈ ચોકડી ટાવર રોડ વિવિધ માર્ગો પર ફરીને સંતમાં યા હુસેનના નારા સાથે સંતરામપુરની ચી મોટા નદીમાં નાના મોટા થઈને આશરે 15 થી 20 જેટલા તાજીયાને ઠંડા કરવામાં આવેલા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ જુલુસ કરવામાં આવેલો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંતરામપુરનો પી.આઈ. કે.કે. ડીંડોર, પીએસઆઇ પટેલ પોલીસ વિભાગ દ્વારા ચાપતી નજર રાખવામાં આવેલી હતી અને સધન પેટ્રોલિંગ કરવામાં આવેલો હતો.