ગૌરીવ્રત એ માતા પાર્વતી વ્રતથી પણ ઓળખાય છે. ત્યારે આજથી ગૌરીવ્રતના આરંભ સાથે કુંમારીકાઓ પાંચ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરશે ત્યારે દાહોદ શહેર શહેર સહિત જીલ્લાના બાગ, બગીચાઓમાં પાંચ દિવસ સુધી અવર જવર જોવા મળશે.
કહેવાય છે કે, કુમારીકા સાચા મનથી ગૌરીવ્રત કરી ભગવાન ભોલેનાથને રીઝવવામાં સફળ થાય છે, તે કુમારીકાને ભોળાનાથ ભગવાન ભોલેનાથ મનગમતો મુરતીયો આપે છે. સાથે સાથે તેના પરિવારજનોનુ પણ જીવન સંકટ મુક્ત ખુશખુશાલ કરે છે. જેથી હિન્દુ શાસ્ત્રો પ્રમાણે હિન્દુ સમાજની કુમારીકાઓ, નાની બાળાઓ પાર્વતિ વ્રત ઉજવે છે અને આ અવસરે શિવ આરાધનામાં તલ્લીન થઈ ભગવાન શિવને રિઝવવા ગૌરીવ્રત તથા પાર્વતિ વ્રતનો કઠણ પરિશ્રણ કરે છે.
વ્રતના દિવસોમાં કુમારીકાઓ અનાજ, કઠોળ, શાકભાજીનો ત્યાગ કરી માત્ર ફળફદાદી, સુકામેવા તેમજ દુધ સહિતનો આહાર આરોગી વ્રત કરે છે. એક બાજુ મોંધવારીના દિવસોમાં આવતા ગૌરીવ્રત તથા જયાપાર્વતી વ્રત ટાણે સુકા મેવાના આસમાને ચઢેલા ભાવોના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય દિકરીઓના વાલીઓ ફુલ નહી તો ફુલની પાખડી સમાન પણ સુકો મેવા ખરીદી વ્હાલી દિકરીઓની ગૌરીવ્રત ટાણે તેમની ફરમાઈશો પુર્ણ કરી ખુશ રાખવાના પ્રયત્નો કરતા હોય છે. દાહોદ શહેરમાં પણ આજથી પ્રારંભ થયેલ ગૌરીવ્રતનો કુમારીકાઓ તેમજ નાની બાળાઓએ ગૌરીવ્રતની ધામધુમ પુર્વક ઉજવણી કરી છે. આજથી દાહોદ શહેરના શિવ મંદિરો કુમારીકાઓ દર્શનાર્થે ભારે ઘસારા વચ્ચે ઘંટોના રણકાર વચ્ચે ગુંજી ઉઠ્યા હતા. ત્યારે સાંજના સમયે પંથકમાં હરવા ફરવાના સ્થળોએ કુમારીકાઓના મોજમસ્તીના ઉત્સાહ વચ્ચે ભરચક થઈ પડેલ નજરે ચડ્યા હતા.