દાહોદ તાલુકાના ખરોદા ગામે એક 48 વર્ષિય વ્યક્તિ ગામમાં આવેલ એક પાણી ભરેલ કુવામાં અકસ્માતે પડી જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
દાહોદના ખરોદા ગામે ગામતળ ફળિામાં રહેતાં દિનેશભાઈ બચુબાઈ ડામોર પોતાના ગામમાં આવેલ એક પાણી ભરેલ કુવા તરફ ગયાં હતાં. કુવા તરફ જતાં અકસ્માતે દિનેશભાઈ કુવામાં પડી જતાં કુવાના ઉંડા પાણીમાં દિનેશભાઈ ગરકાવ થઈ ગયાં હતા. જેને પગલે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતક દિનેશભાઈના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.
આ સંબંધે મૃતક દિનેશભાઈના પરિવારના સદસ્ય દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં આ સંબંધે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.