હાલોલ 181 મહિલા હેલ્પલાઇન માં મદદ માટે કાલોલ તાલુકા માંથી એક બહેનએ જણાવ્યું કે, તેમની મદદ માટે 181માં કોલ કર્યો હતો. તેથી 181 ટીમ દ્વારા પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરેલ અને આશ્વાસન આપતા બહેન સાથે વાતચીત કરતા તેઓ હાલોલ તાલુકાના એક ગામમાં રહેવાસી હોય અને બહેનની સાસરી ડેસર તાલુકાના ગામની હોવાથી ઘરેથી રિસાઈને નીકળી આવ્યા હોય. તેથી 181માં ફોન કરી મદદ લીધી. આમ, 181 ટીમ દ્વારા પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરેલ. તેમની પાસે સમગ્ર માહિતી મેળવી. બહેનનું સરનામું મેળવી બહેન ડેસર તાલુકાના એક ગામના રહેવાસી હોય અને તેમના પતિ સાથે વાતચીત કરી હોય. તેથી તેઓ સાસરીમાં જવા માંગતા હોવાથી તેમના પતિ લેવા આવતા તેમના પતિને સોંપવામાં આવી.