ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં ચાંદીપુરા વાયરસ વાહક ફાય સેન્ડ ફાયર માખીઓ મળી

  • 19 સેન્ડ ફાયર માખીઓ પૂના ખાતે પરિક્ષણ માટે મોકલાઈ.

ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત નિપજાવા પામ્યું છે. ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મૃતક બાળકીના ધરે તેમજ આસપાસના ધરોમાં તપાસ કરવામાં આવતાં સેન્ડ ફલાય નામની ચાંદીપુરા વાયરસની વાહન 19 માખીઓ મળી આવી હતી. તમામ માખીઓને પરિક્ષણ માટે પૂના ખાતે મેડીકલ આપવામાં આવી છે.

પંંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસનો ભોગ 4 વર્ષીય બાળકી બની હતી. બાળકીને ગોધરા સિવિલમાં દવા સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માંં ખસેડતા દવા સારવાર દરમિયાન ચાંદીપુરા વાયરસને લઈને મોત નિપજાવા પામ્યું છે. બાળકીનું ચાંદીપુરા વાયરસને લઇ મોતને પગલે જીલ્લા આરોગ્ય તંત્રની ટીમો મૃતક બાળકીના ધરે તેમજ આસપાસના ધરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મૃતક બાળકીના ધરમાં તેમજ આસપાસના ધરો માંથી ચાંદીપુરા વાયરસ ફેલાયની સેન્ડ ફલાય નામની 19 માખીઓ મળી આવી હતી. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ચાંદીપુરા વાયરસ ફેલાવતી 19 માખીઓને પકડીને આ સેન્ડ ફાયર માખીઓને પરિક્ષણ માટે પૂના ખાતે મોકલી આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ વાહક સેન્ડ ફાયર માખીઓ મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ધરમાં પડેલ તિરાડો પુરવાની તેમજ દવા છંંટકાવ કામગીરી હાથ ધરી છે.