હાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારના તાડીયા પ્રા.શાળા ખાતે ત્રણ ગ્રામ પંંચાયતના રેશનકાર્ડ ધારકોના રાશનકાર્ડ સુધારા અને અપડેટ માટે જીલ્લા પુરવઠા અધિકારી અને હાલોલ મામલતદાર કચેરીના સંયુકત ઉપક્રમે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં રાશનકાર્ડમાં નામ દાખલ કરવા, નામોમાં સુધારો, આધાર સાથે મોબાઈલ નંબર લીંંધ કરવા અને ઈ-કેવાયસી જેવી સુવિધા ધરે બેઠા આપવામાં આવી.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા હાલોલ તાલુકા મામલતદાર કચેરીની ટીમ સાથે રાખી હાલોલ તાલુકાના અંતરીયાળ ગામ તાડીયા ખાતે રાશનકાર્ડ સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાડીયા, સોનીપુરા અને કબીરપુરા ગ્રામ પંચાયતના છ જેટલા ગામોના તાડીયા સરકારી સસ્તા અનાજની દુકાનમાં સમાવિષ્ટ 387 જેટલા રાશનકાર્ડ ધારકોને હલાોલ તાલુકા મથક સુધી લાંબા થયું ન પડે તેમજ લાઈનોમાં ઉભા રહી ધકકા ખાવા ન પડે તેવા આશયથી તાડીયા પ્રાથમિક શાળા ખાતે તંત્ર દ્વારા દ્વારા કેમ્પનું આયોજન કરી રાશનકાર્ડ ધારકોને બેઠા સુવિધા આપવામાં આવી. આ કેમ્પ માં રાશનકાર્ડમાં નામ ઉમેદવાર નામ કમી કરવા, નામ સુધારો, ડુપ્લીકેટ રાશનકાર્ડ આપવું, એન.એફ.એસ.એ. રાશનકાર્ડ કરવા, રાશનકાર્ડ ધારકોના મોબાઇલ નંબર આધાર સાથે લીંક કરવા તેમજ આધાર અને રાશનકાર્ડની ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી. કેમ્પમાં 450 જેટલા રાશકાર્ડ આવ્યા હતા. તમામ કાર્ડધારકોની તમામ અરજીઓ તેમજ આધાર સાથે મોબાઈલ લીંકની કામગીરી સ્થળ ઉપર પુરી કરી નિકાલ કરવામાં આવ્યા.