પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં મુસ્લીમ બિરાદરો મોહરમ પર્વની ઉજવણી કરી

પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મુસ્લિમ બિરાદારોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે કાઢવામાં આવશે. ગોધરા શહેરમાં મોડી સાંજે નીકળનારા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે. જેમાં યા હુસેનના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠશે, સવારથી જ મોહરમ પર્વને લઈને અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે.

ત્યારબાદ સાંજે ગોધરા શહેરના રામસાગર તળાવમાં તાજીયાને ઠંડા કરવામાં આવશે. મોહરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરમાં આવેલા બાદશાહ બાવાની ટેકરીમાં ‘નો જવાન હુસેની કમિટી’ અને એકતા હુસેની કમિટી છકડાવાડા દ્વારા તાજીયાને કલાત્મક શણગારવામાં આવ્યા હતા. મોડીસાંજે તાજીયાનું જુલસ કાઢવામાં આવશે જેને લઇને ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગોધરા શહેરમાં બાદશાહ બાવાની ટેકરી ઉપર ‘નો જવાન હુસેની કમિટી’ દ્વારા મોહરમ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં મુસ્લિમ બિરાદારો દ્વારા કલાત્મક તાજીયાને શણગારવામાં આવી રહ્યા છે. ગોધરાનગરમાં છકડાવાસ, ખાડી ફળિયા, સૈયદવાડ વગેરે વિસ્તારોમાં મોહરમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોહરમ પર્વને લઈને લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ તાહીર ભટુક, કેતન વર્મા, ભાવેશ બુધવાણી આઈ.એન પરમાર જગદીશ સક્સેના શરીફ ખાન પઠાણ યુસુફ છકડા સરફરાજ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.