મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ કેટલાક દિવસોમાં રજૂ થનાર છે. ૨૨ જુલાઈએ સંસદનું મોન્સૂન સત્ર શરૂ થવાનું છે. ગત સંસદ સત્રોની જેમ આ સત્રમાં પણ હંગામો ન થાય તેના માટે સરકારે ૨૧ જુલાઈએ સર્વદલીય બેઠક બોલાવી છે.
ઉલ્લેખનીય છે કે ગત સત્રમાં નીટના વિવાદને લઈને ખૂબજ હંગામો થયો હતો, જયારે ૨૪ જુનથી ૩ જુલાઈ સુધી ચાલેલા આ સત્રમાં શરૂઆતમાં નવા સાંસદોએ શપથ પણ લીધા હતા.
મોનસૂન સત્ર દરમિયાન જ બજેટ રજુ કરવામાં આવશે. આ સત્ર ૨૨ જુલાઈથી શરૂ થશે અને ૧૨ ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરશે. ૨૩ જુલાઈએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજુ કરશે.મોદી સરકાર ૩.૦ના પ્રથમ બજેટથી આમજનને ઘણી આશાઓ છે. આ બજેટમાં મિડલ કલાસ લોકો માટે સરકાર અનેક મોટા એલાન જાહેર કરી શકે છે.