નવીદિલ્હી,
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાની મંગળવારથી પોલીગ્રાફી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એપએસએલના અધિકારીઓએ કહ્યું કે આફતાબના પોલીગ્રાફી ટેસ્ટ માટે પ્રી-મેડ સેશન અને સાઇન્ટિફિક સેશન થયું છે. આફતાબ પૂનાવાલા પોલીસની સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ઓફિસથી બહાર નિકળી રહ્યો છે તેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આફતાબ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ઓફિસની અંદર ઉભેલા અધિકારીઓ સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે બહાર આવે છે અને પોલીસ તેને લઈ જાય છે. આફતાબ મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સાકેત કોર્ટમાં રજૂ પણ થયો હતો. કોર્ટે તેની ચાર દિવસની પોલીસ કસ્ટડી વધારી દીધી છે. આરોપીની પાંચ દિવસની કસ્ટડી આજે પૂરી થઈ હતી. દિલ્હી પોલીસે મંગળવારે મહારાષ્ટ્રના ગાલઘર જિલ્લાની વસઈ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી આફતાબના ૩ મિત્રોના નિવેદન નોંયા છે. દિલ્હી પોલીસ અત્યાર સુધી ૧૭ લોકોના નિવેદન નોંધી ચુકી છે. આફતાબ પર પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાનું ગળુ દબાવી હત્યા કરવા અને તેના શરીરના ૩૫ ટુકડા કરવાનો આરોપ છે. આફતાબ પર તે આરોપ છે કે તેણે શ્રદ્ધાના શરીરના કાપેલા અંગોને દક્ષિણી દિલ્હીના છતરપુરના જંગલોમાં ફેંક્તા પહેલા એક ફ્રીઝમાં રાખ્યા હતા. દિલ્હી પોલીસે શ્રદ્ધાના પિતાની ફરિયાદના આધાર પર આફતાબની ધરપકડ કરી છ મહિના જૂના હત્યા કેસને સામે લાવ્યો હતો. આફતાબ અને શ્રદ્ધા એક ડેટિંગ સાઇટ પર મળ્યા હતા. બંને આ વર્ષે મે મહિનાથી મુંબઈથી દિલ્હીના છતરપુરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે શ્રદ્ધાની ૧૮ મેએ હત્યા કરી હતી, ત્યારબાદ મૃતદેહને ઠેકાણે લગાવવાનો પ્લાન શરૂ કર્યો હતો. દિલ્હી પોલીસે ખુલાસો કર્યો કે તેણે ક્રાઇમ શો જોઈને મૃતદેહને ઠેકાણે લગાવવાનો આઇડિયો લીધો હતો.