- રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મેડીકલ સહાય પુરી પાડવા કુલ 20 મેડીકલ ટીમો નિયુક્ત કરવામાં આવી.
- ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, વોર્ડ બોય, ડ્રાઈવર, સીએચઓ, એફએચડબલ્યુ, આયુષ ડોક્ટર, મેડીકલ ઓફીસર સહિતનો સ્ટાફ તૈનાત.
- એટહોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના સ્થળે 108 એમ્બુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી વી.એ. ધ્રુવેની અધ્યક્ષતામાં આગામી 15મી ઓગસ્ટ-2024ની ખેડા જીલ્લા ખાતે થનાર રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, નડિયાદ ખાતે આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમને અનુરૂપ તબીબી સેવાઓ પુરી પાડવા હેતુ આરોગ્ય સમિતિના સભ્યોની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ પણ જાતની મેડીકલ ઈમરજન્સીને પહોંચી વળવા હેતુ કુલ 20 મેડીકલ ટીમો નિયુક્ત કરવામાં આવી છે. મેડીકલ ટીમમાં ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, વોર્ડ બોય, ડ્રાઈવર, સીએચઓ, એફએચડબલ્યુ, આયુષ ડોક્ટર, મેડીકલ ઓફીસર સહિતનો સ્ટાફ હાજર રહેશે. હેલીપેડ એટહોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના સ્થળે 108 એમ્બુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે. વધુમાં, મેડીકલ ટીમના ઉપયોગ માટે આવશ્યક ઈમરજન્સી જીવન રક્ષક દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવશે.
આ બેઠકમાં અધિક જીલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન, ઈ.ચા. સિવિલ સર્જન, જીલ્લા આયુર્વેદિક અધિકારી, નડિયાદ ટીએચઓ, નગરપાલીકા ચીફ ઓફીસર, 108 એમ્બ્યુલન્સ સેવાના પ્રતિનિધિ સહિત આરોગ્ય શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.