સંતરામપુર નગરમાં ઠેર ઠેર ગંદકીનો સામ્રાજ્ય રસ્તા પર જ કાદવ-કીચડની ભરમાર જોવા મળી

સંતરામપુર નગરમાં વિવિધ વિસ્તારોમાં પાણીનો નિકાલ ના હોવાના કારણે રોડ ઉપર ગટરો ઉભરાઈ જતા અને સફાઈ ના અભાવે નગરના વિવિધ વિસ્તારોમાં વાડી વિસ્તાર, નવા બજાર, શિકારી ફળિયા, રજા નગર દરેક વિસ્તારમાં એક જ સમસ્યા ઊભી થયેલી છે. ગટર ચોક થઈ જવાના કારણે ગટર માંથી જ ઉભરાતું ગંદુ પાણી અને કાદવ-કીચડ રોડ ઉપર ચારે બાજુ ફરી વળવાના કારણે પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. આના કારણે કેટલીક વાતો લોકો અહીંયા થી પસાર થવાનો પણ બંધ કરી દેતા હોય છે. ગંદકીના કારણે મચ્છરનો પણ ઉપદ્રવ વધી રહેલો છે. રોગચળાની પણ ભયભીંંતી સેવાઈ રહેલી છે. પાલિકા દ્વારા સફાઈ પાછળ મોટો ખર્ચ કરતી હોય છે, તેમ છતાં નગરની અંદર દરેક વિસ્તારોમાં પરિસ્થિત આ જ જોવા મળી આવેલી છે. અત્યારે પણ કેટલાક વિસ્તારો તો એવા છે, જ્યાં પાણીનો નીકાળ જ નથી થતો અને ઉભરાતી ગટરો જોવા મળી આવેલી છે.

આજે રાજ ઇલેક્ટ્રોની સામેની ગલીમાં રોડ ઉપર જ પાણીનો નિકાલ ના થવાના કારણે કાદવ-કીચડની ચાદર ભદ્રાલીથી વધુ જોવાઈની ગલીમાં રોડ ઉપર જ પાણીનો નિકાલ ના થવાના કારણે કાદવ-કીચડની ચાદર ભદ્રાલીથીની ગલીમાં રોડ ઉપર જ પાણીનો નિકાલ ના થવાના કારણે કાદવ- કીચડ ચારે બાજુ ફેલાયેલું જોવા મળી આવેલો છે. આ વિસ્તારના સ્થાનિક રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાંય એનો નિકાલ કરવામાં આવતો નથી અને પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. આ વિસ્તારના લોકોને આવી ગંદકીના કારણે ઘરમાંથી બહાર નીકળવા મુશ્કેલ પડી ગયેલું હોય છે. વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે અને ગટરોની સફાઈ કરવામાં આવે તેવી નગરજનો માંગ છે. અમારા ઘર આંગણે છેલ્લા એક મહિનાથી ગંદુ પાણી ભરાઈ રહે છે, કાદવ-કીચડ ઘરની આંગણે જ ભરાઈ રહેવાના કારણે અમે ઘરની બહાર નીકળતા નથી. પાલિકામાં વારંવાર રજૂઆત કરીએ છે. ત્યારે અમારો કોઈ સાંભળતું જ નથી. થઈ જશે એક જ જવાબ આપે છે. :- લાલાભાઇ પંચાલ, સ્થાનિક રહેવાસી-સંતરામપુર.