ઝાલોદના ગુલતોરા ગામે ઝગડાની અદાવતે તલવાર વડે હુમલો કરતાં ઈજાઓ

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એક દંપતિએ એકને તલવાર વડે હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપ્યાંનું જાણવા મળે છે.

ગત તા.14મી જુલાઈના રોજ ઝાલોદ તાલુકાના શારદા ગામે સરપંચ ફળિયામાં રહેતાં દિલીપભાઈ માનસીંગભાઈ સંગોડ તથા તેમની સાથે અન્ય વ્યક્તિઓ ગુલતોરા ગામે પડાવા ફળિયામાં આવ્યાં હતાં અને વાતચીત કરતાં હતાં તે સમયે ગુલતોરા ગામે પડાવા ફળિયામાં રહેતાં રેમનભાઈ સીંગજીભાઈ ડામોર તથા તેમની પત્નિ સુર્યાબેન રેમનભાઈ ડામોર આ બંન્ને વ્યક્તિઓ દિલીપભાઈ પાસે આવ્યાં હતાં અને અગાઉના ઝઘડાની અદાવત રાખી બેફામ ગાળો બોલતાં હતાં ત્યારે એકદમ ઉશ્કેરાઈ જઈ ઉપરોક્ત દંપતિએ પોતાની સાથે લાવેલ તલવારનો ઘા દિલીપભાઈના હાથના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત દિલીપભાઈ માનસીંગભાઈ સંગોડે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.