ગોધરા પાલિકાના વોર્ડ નં.10 વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત રહેતા માજી પાલિકા સભ્ય દ્વારા પ્રાદેશિક કમિશનર વડોદરા ઝોનને લેખિત રજુઆત

ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.10માં 2015 અને જે તે સમયના વોર્ડ નં.14માં નુરે મોહમંદી મસ્જીદના આસપાસના વિસ્તાર હિલપાર્ક, અમનપાર્ક સીટીન એપાર્ટમેન્ટ છકડાવાડ તેમજ અન્ય વિસ્તારોમાં ચોમાસાના વરસાદી પાણીના નિકાલ માટે 7 લાખ જેટલી અંદાજીત રકમ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ માંથી 600 ડાયામીટરની આર.સી.સી. પાઈપો નાખવામાં આવી હતી. પરંતુ કામ વધારે અને ફાળવેલ ગ્રાન્ટ ઓછી હોય જેને લઈને વરસાદી પાણીના નિકાલની કામગીરી પુરી થઈ ન હતી. વરસાદી પાણીના નિકાલની અધુરી રહેતા છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં ચોમાસાના વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બની છે.

ગોધરા વોર્ડ નં.10ના સ્થાનિક રહિશો દ્વારા રજુઆત કરાઈ હતી કે, નવિન 600 ડાયામીટરની પાઈપો નુરે મોહમંદી મસ્જીદથી ગોંદરા કોટેજ સુધી તેમજ આજુબાજુની ગલીયોની કામગીરી મંંજુર કરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને સોંપવામાં આવી હતી. ત્યારે પ્રશ્ર્ન છે કે, 2015માં આજ જગ્યા ઉપર 600 ડાયામીટરની માતબર રકમની પાઈપો બહાર કાઢી નાખવામાં આવી છે. આ કામગીરી ચાલુ હતી. દરમિયાન પાલિકા ચીફ ઓફિસરને ફોન તેમજ સોશ્યલ મીડીયા મારફતે જાણકારી આપી હતી. તેમ છતાંય સ્થાનિકોની રજુઆતને ધ્યાને લેવામાં આવી ન હતી.

સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે ફળવાતી ગ્રાન્ટનો દુરઉપયોગ કરાઈ રહ્યો હોય તેમ દેખાય છે અને આ નવી પાઈપ લાઈન પછી પણ સ્થાનિક રહિશોની સમસ્યાનો અંત આવ્યો નથી. સમસ્યા ધટવાની જગ્યાએ સમસ્યા વધી રહી હોય તેમ જણાઈ છે. વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈનની કામગીરીમાં નવા રસ્તાઓ પેપર બ્લોક તુટી ગયેલ છે. આ વિસ્તારના તમામ રસ્તાઓમાં સરકાર દ્વારા માતબર રકમ બનાવેલ હત. ત્યારે સ્થાનિક રહિશો તેમજ વોર્ડ નં.10ના પાલિકાના માજી સભ્ય યાકુબભાઇ બકકર તપેલી દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરતી રજુઆત પ્રાદેશિક કમિશ્ર્નર નગર પાલિકાઓ વડોદરા ઝોનને કરાઈ છે.