- એરટેલમાં હવે શું મિનિમમ રિચાર્જ રૂ.૧૫૫નું કરાવવું પડશે?..વેલિડિટી ૨૪ દિવસ જ મળશે!
નવીદિલ્હી,
એરટેલે હરિયાણા અને ઓડિશામાં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર, કંપનીએ અહીં મિનિમમ રિચાર્જની કિંમત ૫૭ ટકા વધારી દીધી છે. હવે મિનિમમ રિચાર્જ માટે ૯૯ રૂપિયાની જગ્યાએ ૧૫૫ રૂપિયા ચુકવવા પડશે. આ ઉપરાંત નવા પ્લાનમાં વેલિડિટી પણ ૨૮ દિવસની જગ્યાએ ૨૪ દિવસની મળશે. ૯૯ રૂપિયાના પ્લાનમાં ૯૯ રૂપિયાના ટોકટાઈમ સાથે ૨૦૦સ્મ્ ડેટા મળતો હતો. આ પ્લાનમાં કોલ રેટ ૨.૫ પૈસા પર સેકન્ડ હતું. ટેરિફમાં વધારાના કારણની વાત કરીએ તો, એરટેલ તેના દ્વારા પોતાની એવરેજ રેવન્ય પર યુઝર વધારવા માગતી હતી. એરટલેનું આ વર્ષે બીજા ક્વાર્ટર માં ૧૯૦ રૂપિયા હતું. તે તેને ૩૦૦ રૂપિયા સુધી પહોંચાડવા માગે છે. ૧૫૫ રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે 1GB ડેટા, ૩૦૦ SMS અને ૨૪ દિવસની વેલિડિટી મળશે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની ૧૫૫ રૂપિયાથી નીચે તમામ પ્લાન બંધ કરી દેશે. રિપોર્ટ્સનું માનીએ તો, કંપનીએ આ પ્લાનને ટ્રાયલ બેઝ તરીકે બે સર્કલમાં શરુ કર્યો છે અને ટૂંક સમયમાં જ તે બીજા સર્કલમાં પણ રોલઆઉટ કરી દેશે. ટેલીકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઈંડિયાના જણાવ્યા અનુસાર, એરટેલના ભારતમાં કુલ ૩૬.૪૨ કરોડ યુઝર્સ છે. એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયો ૪૧.૯૯ ગ્રાહકો સાથે ટોપ પર છે. તો વલી એરટેલના હરિયાણામ સર્કલમાં ૭૯.૭૮ લાખ અને ઓડિશામાં ૧.૩૭ કરોડ કસ્ટમર છે.