જામનગર,
જામનગરની લાખોટા નેચર ક્લબ તેમજ નેશનલ કેડેટ કોર દ્વારા રોઝી પોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પુનિત સાગર અભિયાન અંતર્ગત આજે લોકજાગૃતિના ભાગરૂપે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનસીસી કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જામનગરમાં પ્રકૃતિ ખાતે વર્ષોથી કાર્યરત એવી લાખોટા નેચર ક્લબ તેમજ નેશનલ કેડેટ કોર દ્વારા પુનિત સાગર અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આયોજન કર્યા બાદ પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત જનજાગૃતિ અભ્યાન અંતર્ગત રોઝી પોર્ટ ખાતે સફાઈ અભ્યાન હાથ ધરવામાં આવેલ જેમાં એનસીસીના કેડેટસ જોડાયા હતા અને જેમાં રોઝી પોર્ટ ખાતે સફાઈ કરી, પ્લાસ્ટિક નો કચરો એકઠો કરી સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે લોકોને માહિતી આપી હતી.