હુમલો અને રાજકારણ

હુમલો અને રાજકારણ

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો એક બેહદ ગંભીર ઘટના છે. ભાગ્યવશ તેઓ બચી ગયા, પરંતુ તેમને નિશાનો બનાવનાર જે રીતે તેમના પર ગોળીઓ છોડવામાં સક્ષમ રહ્યો, તે સુરક્ષામાં ગભીર ચૂકનું રિણામ છે. એ તેનાથઈ સ્પષ્ટ થાય છે કે હુમલાખોરની ગતિવિધિ વિશે ટ્રમ્પની રેલીમાં આવેલા લોકોએ સુરક્ષાકર્મીઓને જણાવ્યું પણ હતું, પરંતુ તેમણે અપેક્ષિત કાર્યવાહી ન કરી. હુમલાખોરને જોકે ઠાર કરાયો છે તેથી એ જાણવું મુશ્કેલ થઈ ગયું છે કે ટ્રમ્પને નિશાનો બનાવવા પાછળ તેનો ઉદ્દેશ્ય શો હતો, પરંતુ તેનો ઇનકાર નહીં કે આ ઘટના એ વિષાક્ત રાજકીય વાતાવરણનું પરિણામ દેખાય છે જે અમેરિકામાં પાછલા કેટલાક સમયથી વ્યાપ્ત છે.

ચિંતાની વાત એ છે કે આ વિષાક્ત રાજકીય વાતાવરણનું પરિણામ દેખાય છે જે અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપ્ત છે. ચિંતાની વાત એ છેકે આ વિષાક્ત રાજકીય વાતાવરણ દિન-પ્રતિદિન વધતું જાય છે. અમેરિકા આ સમયે રાજકીય અને વૈચારિક રૂપે એટલું વિભાજિત છે કે તેનો દુષ્પ્રભાવ આખા સમાજ પર પડી રહ્યો છે. કોઈપણ લોક્તંત્ર માટે આ સ્થિતિ ઠીક નથી, પરંતુ એમાં શંકા છે કે અમેરિકામાં વૈચારિક વિભાજન અટકશે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર હુમલાનો એક ઇતિહાસ રહ્યો છે. આ હુમલામાં કેટલાય નેતાઓના જીવ પણ ગયા છે. અમેરિકામાં સાર્વજનિક સ્થળો પર ગોળીબારની ઘટનાઓ નવી નથી. આ ઘટનાઓ અમેરિકામાં વ્યાપ્ત બંદૂક સંસ્કૃતિનું પરિણામ છે. આ બંદૂક સંસ્કૃતિને લઈને વિભિન્ન સ્તરો પર ચિંતા વ્યક્ત કરાઈ ચૂકી છે, પરંતુ કોઈપણ તેના પર રોક લગાવવા તૈયાર નથી.

આ સંસ્કૃતિ એક રીતે વિશ્ર્વમાં સૌથી ઘાતક આંતરિક આતંકનો પર્યાય બની ચૂકી છે. એમ તો અમેરિકા દુનિયાભરને ઉપદેશ આપતું ફરે છે, પરંતુ પોતે એ જોવા-સમજવા તૈયાર નથી કે ખુદ તેને પોતાને ત્યાં શી સ્થિતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર એવા સમયે હુમલો થયો છે જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે તેમની દાવેદારી પર મહોર લાગવાની છે. તેના ભરપૂર અણસાર છે કે આ હુમલા બાદ ટ્રમ્પને સહાનુભૂતિનો લાભ મળશે. એનાથી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનની મુશ્કેલી વધી શકે છે. કારણ કે તેમના પર પહેલેથી જ દબાણ છેકે તેઓ પોતાની શારીરિક અને માનસિક સ્થિતિને જોતાં રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટી જાય.

અમેરિકા વિશ્ર્વનું સૌથી સશક્ત લોક્તંત્ર છે અને વૈશ્ર્વિક રાજનીતિને ક્યાંય ઊંડાણથી પ્રભાવિત કરે છે, તેથી એ સ્વાભાવિક છે કે ભારત સહિત દુનિયાભરના નેતાઓએ ટ્રમ્પ પર હુમલાની નિંદા કરતાં ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ એની અવગણના ન કરી શકાય કે જેવું વિષાક્ત રાજકીય વાતાવરણ અમેરિકામાં છે એવું જ દુનિયાના અન્ય દેશોમાં પણ બની રહ્યું છે. દુર્ભાગ્યે તેમાં ભારત પણ છે. રાજકીય વિરોધ અને અસહમતિનો ભાવ જે રીતે શત્રુતામાં પરિવર્તિત થતો જાય છે તે શુભ સંકેત નથી. યોગ્ય એ રહેશે કે આપણા દેશના નેતાઓ એ સમજે કે રાજકીય મતભેદ એકબીજા પ્રત્યે વિદ્વેષમાં બદલાઈ જાય છે ત્યારે તેનાં આવાં જ પરિણામ આવે છે.