જૂની બોમ્બે માર્કેટના ૧.૨૨ કરોડનું ઉઠમણું કરીને ભાગેલા પિતા-પુત્ર ઝડપાયા

સુરત,

વરાછાની જુની બોમ્બને માર્કેટમાં કાપડની દુકાન ખોલી ૧.૨૨ કરોડનું ઉઠમણું કરી ભાગી ગયેલા પિતા-પુત્ર ભાવનગરના ગામમાં ગરીબ બની બીજાની વાડીમાં ખેતમજૂરી કરતા હતા. જો કે, વાડીના એક પ્રસંગમાં પુત્રએ ફોટો પાડ્યો હતો, જેના આધારે ક્રાઇમબ્રાંચે બંનેને પકડી પાડયા છે. પિતાનું નામ ભરત બાબુ કાતરીયા અને પુત્રનું નામ અક્ષીત ઉર્ફે કાનો છે. બન્ને મૂળ મહુવા ભાવનગરના વતની અને સુરતમાં પુણા સીતાનગર ચોકડી પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહે છે. તેઓ જુની બોમ્બ માર્કેટમાં દુર્ગા એન.એક્ષ નામથી ધંધો કરતા હતા. વર્ષ ૨૦૧૯-૨૦માં કાપોદ્રાના વેપારી ચિરાગ પાંચાણી પાસેથી ૪૭.૭૭ લાખનો અને ક્તારગામ જીઆઇડીસીમાં એમ્બોઇડરી કરતા રાજેશ ડોબરીયા પાસેથી ૭૫.૦૬ લાખનો માલ ક્રેડિટ પર લીધો હતો. અન્ય વેપારીઓ પાસેથી પણ કરોડોનો માલ ક્રેડિટ પર લઈ બારોબાર વેચીને વતન નીકળી ગયા હતા. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દુબઈમાં કાપડનો માલ સપ્લાય કરવાનું કહી દિલ્હીના પિતા-પુત્રે સુરતના વેપારી પાસેથી ૯૧.૯૨ લાખનું કાપડ ક્રેડિટ પર લઈ નાણા ચાંઉ કરી ફરાર થયા છે. અન્ય ૩થી ૪ વેપારીઓ સાથે પણ ચીટીંગ કરી છે. જે કરોડથી વધુની હોવાની શક્યતા છે. વેસુના કાપડ વેપારી અભિષેક બત્રાઉ પાસેથી દિલ્હીના વેપારી પ્રતાપસિંઘ અને નિરપાલસિંઘએ દલાલ સવેન્દરસિંગ મારફતે ૯૧.૯૨ લાખનું કાપડ ક્રેડિટ પર લીધું હતું પછી દિલ્હી ભાગી ગયા હતા. રિંગ રોડ મેટ્રો ટાવરમાં કાપડનો વેપાર કરતા આશીષ જૈન પાસેથી દલાલ મારફતે વેપારી દિનેશ પટેલે ૫૫ લાખનું ગ્રે ક્રેડિટ પર લીધું હતું. વેપારીએ ઉઘરાણી કરતા મારી નાખવાની ધમકી આપી હતી. આથી આશીષે ફરિયાદ કરતા પોલીસે દિનેશ પટેલ (રહે, કોરલ હાઇટ્સ, અલથાણ) અને દલાલ હિતેશ અગ્રવાલ (વૈભવ એપાર્ટ, સિટીલાઇટ) સામે ઠગાઈનો ગુનો નોંયો છે. ઉધના મગદલ્લા રોડ પર રૂપલ ઈન્ડસ્ટ્રીયઝમાં ગ્રે-કાપડનો ધંધો કરતા દીપ જરીવાલાએ મુંબઈના વેપારી ભરત આહીરને ૨૦૨૧માં ૨૩.૭૦ લાખનો કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. આરોપી ભરત ઢીલા (આહીર) મુંબઈમાં ખુશી ઈન્પેકક્ષના પ્રોપાઇટર છે અને તેની મુંબઈમાં માહત્રેચાલ જેલ પાસે એસવીરોડ બોરીવલી અને વેરસોવા અંધેરીમાં ઓફિસ છે.