મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન-અર્ચન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મદિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી-દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ જન્મદિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવોની શુભકામનાઓનો પાઠવી હતી અને જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં યુવા સશક્તિકરણ અને સર્વગ્રાહી વિકાસની ગતિને જે વેગ મળી રહ્યો છે ગુજરાતના લોકોની સેવામાં ભૂપેન્દ્ર પટેલના સ્વાસ્થ્યપ્રદ અને દીર્ઘાયુ જીવન માટે પણ વડાપ્રધાનએ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

કેન્દ્રીય ગૃહ અમિત શાહે પણ મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં મુખ્યમંત્રીશ્રીના યોગદાનને બિરદાવ્યું છે.કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ પણ મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા,મયપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઉન્નતિ અને સમૃદ્ધિના નવા આયામો સર કરે તેવી શુભકામનાઓ આપી છે.