અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ પર રવિવારે એક ચૂંટણીની રેલી દરમિયાન પેન્સિલ્વેનિયા બટલરમાં હુમલો થયો હતો, જેમાં ગોળી ટ્રમ્પના કાનને ચીરતી નીકળી હતી. ટ્રમ્પના કાનથી લોહી નીકળવા લાગ્યુ અને તે મંચ પરથી નીચે બેસી ગયાં. ટ્રમ્પ આ હુમલા બાદ માંડ-માંડ બચ્યા. સુરક્ષાકર્મીથી ઘેરાયેલા ટ્રમ્પે મંચ પરથી જ મુઠ્ઠી બાંધીને હવામાં લહેરાતા ‘ફાઇટ-ફાઇટ’ બૂમો પાડી હતી. તેમનો આ ફોટો થોડી જ વાર આખી દુનિયામાં વાયરલ થઈ ગયો હતો. દુનિયાના દેશ આ ખબરથી પરેશાન હતાં, પરંતુ કથિત રીતે દુનિયાની ફેક્ટ્રી બની ચુકેલાં ચૂીનમાં કંઈક બીજું જ ચાલી રહ્યુ હતું.
થોડી જ વાર બાદ ર્ટ્મ્પ પર હુમલાની તસવીર ચીનની ઈ-કોમર્સ સાઇટ તાઓબાઓ પર આવી ગઈ.ટીઓઆઇ સાથે વાત કરતાં તાઓબાઓના સેલર લી જીવેઈએ કહ્યું કે, સવારે જેવું જ અમને હુમલાની ખબર મળી ત્યારે અમે આ તસવરનો ફોટો પોતાની સાઇટ પર નાંખી દીધો. હજું તો અમે આ ટીશર્ટની પ્રિન્ટ પણ નથી કરી, પરંતુ અત્યાર સુધીમાં આશરે ૩ હજાર ઓર્ડર ચીન અને અમેરિકા બંને જગ્યાથી આવવા લાગ્યા છે. એક ટીશર્ટની કિંમત ૪૫૦ રૂપિયા છે.
લી જીનવેઈ અનુસાર, તેને એક ટીશર્ટ પ્રિન્ટ કરવામાં આશરે અડધી મિનિટ લાગે છે. આ પ્રોડક્શનમાં ઝડપથી ડિજીટલ પ્રિન્ટિંગ ટેક્નોલોજીના જગ્યાએ થાય છે. ટ્રમ્પની આ તસવીર સાથે અલગ-અલગ સ્લોગન પણ લખવામાં આવ્યા છે. જેમાં ‘શૂટિંગ મેક્સ મી સ્ટ્રોંગર’ , ‘આઈ વિલ નેવર સ્ટોપ’, ‘ફાઇટર નેવર સરેન્ડર’ જેવા સ્લોગન સામેલ છે.
લી કહે છે કે, અહીં અમને એક ફેક્ટ્રીમાં ફક્ત ટ્રમ્પની તસવીર સાથે જ ટી શર્ટ બનાવી છે. કારણકે, અમને લાગી રહ્યું છે કે, આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત થશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે. એલવામાં ચીનની ઘણી ઈ-કોમર્સ સાઇટ પર ટ્રમ્પ અને બાઇડનના નામવાળી ટીશર્ટ દેખાવવાનું શરૂ થઈ ચુક્યું છે.
જે સ્પીડ સાથે ચીની ક્તંપની આ ઘટનાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે, તેનાથી ચીની કંપનીઓનું આગળ રહેવાનું કારણ સમજ પડે છે. જે સ્પીડ સાથે તેઓ કામ કરી રહ્યા છે, તે તેમની ડિજીટલ પ્રિન્ટિંગની તાક્ત દર્શાવે છે. ફેક્ટરીઓમાં ઝડપથી સાથે સંબંધિત તસવીરો ડાઉનલોડ કરીને ઝડપથી માલ બનાવવાનું શરૂ કરી દીધું છે.