શ્રી શ્રી રવિશંકર વૈશ્ર્વિક આધ્યાત્મિક ગુરુ અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રસિદ્ધ છે. તેઓ સ્ટ્રેસ-ફ્રી અને હિંસામુક્ત સમાજ માટે કાર્યરત છે. તેમણે ૧૯૮૧માં ’આર્ટ-ઑફ લિવિંગ’ સંસ્થાની સ્થાપના કરી હતી. ૪૩ વર્ષથી એના માયમથી ૧૮૦ દેશોમાં વસતા લોકોનાં જીવનને તેમણે નવી દિશા ચીંધી છે. યોગના કાર્યક્રમ દ્વારા માનસિક શાંતિ અને સ્વસ્થ જીવન માટે તેઓ માર્ગદર્શન આપે છે.
તેઓ હંમેશાં શાંતિને પ્રોત્સાહન આપતા આવ્યા છે એથી તેમની લાઇફ પર હવે ફિલ્મ બનવાની છે. શાંતિના પક્ષધર અને માનવતાનાં કાર્યો કરનારા શ્રી શ્રી રવિશંકરની ફિલ્મ એ ઘટના પર પ્રકાશ પાડશે કે કઈ રીતે તેમણે કોલમ્બિયામાં બાવન વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો શો ઉઠાવ્યા વગર અંત આણ્યો હતા. તેમની દરમ્યાનગીરીથી આ યુદ્ધનો અંત આવ્યો હતો જે ખરેખર પ્રશંસનીય છે. આ ફિલ્મ દ્વારા ‘એક વિશ્ર્વ એક કુટુંબ’ની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ થ્રિલર ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મમાં ઇન્ટરનૅશનલ ઍક્ટર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. તાજેતરમાં વૉશિંગટન ડીસીમાં થયેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલમાં એ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. એ દરમ્યાન ૧૮૦ દેશોના લોકોએ હાજર રહીને એક્તા અને શાંતિનો સંદેશ આપ્યો હતો.