સોશિયલ મીડિયામાં દિશા સાથે રહેતો આ મિસ્ટ્રી બોયની થઇ રહી છે ખૂબ ચર્ચા

મુંબઈ,

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં આવેલી અભિનેત્રી દિશા પટની ફરી એક વખત ચર્ચામાં આવી છે. દિશા પાર્ટીમાં ટાઇગર શ્રોફ સાથે નહીં પરંતુ કોઇ મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી. આજકાલ દિશા આ મિસ્ટ્રી બોય સાથે નજરે પડી રહી છે, ત્યારે આ પાર્ટીમાં પણ દિશા તેની સાથે જ જોવા મળી હતી. બર્થડે બોય કાર્તિક આર્યનની બર્થડે બેશ વ્હાઇટ લુક થીમ આધારિત હતી. તેથી અહીં દરેક વ્યક્તિ વ્હાઇટ લુકમાં જોવા મળ્યા હતા. દિશા અને તેનો મિસ્ટ્રી મેન પણ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યો હતો. વ્હાઈટ કલરના આ ડ્રેસમાં દિશા ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. વ્હાઈટ મીની ડ્રેસમાં દિશાનો લુક ઘણો બોલ્ડ લાગી રહ્યો હતો. આ દરમિયાન દિશા તેના મિસ્ટ્રી મેન સાથે મસ્તી કરતી જોવા મળી હતી. જો કે, તેણે તેના ડ્રેસ માટે પણ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. દિશા અનેક વખત આ હેન્ડસમ હંક સાથે જોવા મળી છે. સોશિયલ મીડિાયમાં બન્નેના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. લોકો કયાસ લગાવી રહ્યા છે કે, તે તેનો નવો બોયફ્રેન્ડ છે. ટાઇગર સાથે બ્રેકઅપની વાતો વચ્ચે દિશા આ મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે. કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં ટાઈગરની જગ્યાએ દિશાને કોઈ અન્ય સાથે જોઈને યુઝર્સ ઘણા સવાલો પૂછી રહ્યા છે કે મામલો શું છે? એક યુઝરે પૂછ્યું, બધું તો બરાબર છે પણ આજકાલ તે ટાઈગર સાથે કેમ નથી દેખાઈ રહી. જ્યારે બીજા એક યુઝર્સે પૂછ્યું, કંઇક તો ખિચડી રંધાઇ રહી છે, આ બંને દરેક જગ્યાએ સાથે.. જોકે, હવે માત્ર દિશા જ કહી શકે છે કે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે. પરંતુ દિશા આ મિસ્ટ્રી મેન સાથે જોવા મળતાં સોશિયલ મીડિયામાં તેની ખૂબ ચર્ચા થઇ રહી છે.