નડિયાદના ચકલાસી ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અંગે કિસાન ગોષ્ઠી યોજાઈ

નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં આવેલ રાંદરી માતાના મંદિર ખાતે પાંચ ગામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝડ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. જેમાં ચકલાસી સહિત આસપાસના 150 થી વધુ ખેડૂત ભાઈ બહેનો જોડાયા હતા.

કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચમાં ઘટાડો કરી આવકમાં વધારો કરવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પ્રાકૃતિક કૃષિ કરતા આગેવાન ખેડૂતો – શંકરભાઈ વાઘેલા, નીરજભાઈ પટેલ તેમજ પ્રાકૃતિક કૃષિના સંયોજક મહેશભાઈ મકવાણા, સહ સંયોજક હિતેન્દ્રસિંહ વાઘેલા વગેરે એ પોતાની ખેતીમાં પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો વિશે વાત કરી.

આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, નાયબ બાગાયત નિયામક, વિસ્તરણ અધિકારી (ખેતી) અને આત્માના કર્મચારીઓ સહિત ખેડૂત ભાઈઓ, બહેનો જોડાયા હતા.