શહેરા પોલીસ એ થોડા દિવસ પહેલા 6 બાઈક સાથે 4 બાઈક ચોરો ને પકડી પાડ્યા હતા. જ્યારે પોલીસે બાઈક ચોરીના ગુનાના આરોપીઓના રિમાન્ડ દરમિયાન પંચમહાલ, મહીસાગર તેમજ અન્ય જીલ્લાના બાઇક ચોરીના ભેદ ઉકેલી કાઢવા સાથે વધુ નામો ખુલવા પામ્યા હતા. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલી 12 જેટલી મોટર સાયકલો રિકવરી કરી હતી.
શહેરા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા પોલીસે 6 જેટલી બાઇક સાથે ચાર બાઈક ચોરોને પકડી પાડ્યા હતા પોલીસે કોર્ટમાંથી બાઈક ચોરોના રિમાન્ડ મેળવીને કલ્પેશ પરમાર, અનિલ માછી સહિતના ત્રણ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન બાઈક ચોરીના ગુનાના આરોપી અનિલ માછી એ અલગ અલગ જગ્યાથી બીજી બાઇકો ચોરી કરેલ હોવાનું કબુલાત કરીને બીજા વાહન ચોરો ના નામ તેને પોલીસને આપ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એક. શેવાળે સર્વેલન્સ ટીમને સાથે રાખીને પંચમહાલ, મહીસાગર તેમજ અન્ય જીલ્લા માંથી 12 જેટલી ચોરી કરેલી બાઈકો રિકવરી કરીને વધુ એક વાહન ચોર ઉપેન્દ્ર સોલંકીને પકડી પાડીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો પોલીસે પાંચ જેટલા બાઇક ચોરીના ગુનાના આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દેવા સાથે તાલુકાના ખરોલી ગામના રાજેશ ખાંટ અને પોયડા ગામના દિનેશ બારીયા નામના વોન્ટેડ આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ દ્વારા બાઈક ચોરીના ગુનાના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત અને સ્ટાફના મહેનતના કારણે બાઈક ચોરીના રીઢા ગુનેગારો ને પકડી પાડવામાં સફળતા મળવા સાથે પોલીસ દ્વારા ચોરીમાં પકડાયેલી નંબર પ્લેટ વગરના વાહનના ચેચીસ નંબરના આધારે આરટીઓ માંથી માહિતી મેળવીને બાઈક માલિક સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત ને મળેલી ખાનગી માહિતીના આધારે પાંચ જેટલા બાઇક ચોરોને પકડી પાડીને બે વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી હતી જ્યારે પોલીસ પકડમાં આવેલા બાઇક ચોરોએ પંચમહાલ, મહીસાગર તેમજ અન્ય જીલ્લા માંથી બાઈકો ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ કરેલ હતું. પોલીસે બાઈક ચોરો પાસેથી ચોરી કરેલી બાઈકો રિકવરી કરીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મોટરસાયકલની ચેચીસ નંબરના આધારે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવા સાથે વાહન માલિકો સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે, અમુક વાહન ચાલકો ને આ ચોરીના મળેલા મુદ્દા માલમાં પોતાની બાઈક હોવાનું પોલીસને જણાવી રહ્યા હતા.