ઘોઘંબાના નાલંદા વિદ્યાલય ખાતે બાળ સાંસદ ચૂંટણી યોજાઈ

ઘોઘબામાં તાલુકાની નાલંદા વિદ્યાલયમાં બાળ સાંસદ ચૂંટણી યોજાવામાં આવી હતી. ભારત વિશ્ર્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને ચૂંટણી તેનો પાયો છે. તે બાબત બાળકોને સમજણ પુરી પાડવા ચૂંટણી પ્રક્રિયાના પાઠ પત્યક્ષરૂપે ઈ.વી.એમ. મશીન ઉપયોગ મત અધિકારની ગોપનિયતાતા, પત્રકારો, સ્વય સેવક, પરેશાડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, સુરક્ષાકર્મીઓ ભૂમિકા અદા કરી હતી. તેમજ હાર જીતનો અનુભવ દ્વારા શીખવીયો હતો. બાળ સાંસદ ચૂંટણીમાં 1 થી 9 અંગ્રેજી અને 1 થી 12 ગુજરાતી મીડીયમ ભણતા વિધાર્થીઓ જી.એસ. તથા એલ.જી. મોનિટરમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી પ્રકિયામાં જાહેરનામું બાર પાડવામાં આવ્યુ હતું.

જેમાં ફોર્મ ભરવું, પાછુ ખેંચવું અને ચકાસવું વગેરે ચૂંટણી નિયમથી કરવામાં આવ્યુ. ચૂંટણીના પરિણામ દિવસે ગામના પ્રથમ નાગરિક નિલેશભાઈ વરીયા, અશ્વીનભાઈ, ધવલભાઈ, પ્રકાશભાઈ, મનુભાઈ, માસુમભાઈ જેવા મેહમાનની ઉપસ્થિતમાં પરિણામ ધોષણા કરવામાં આવી. જેમાં અંગ્રેજ મીડીયમ જી.એસ.પરમાર કુણાલ તેમજ એલ.જી.માં રાઠોડ હેતલ વિજય થયાં. ગુજરાતી મીડીયમ જી.ેસ.માં રાઠવા રાહુલ અને એલ.જી.માં જીલ બા વિજય થયાં. બધા મોનિટરો અને જી.એસ. એલ.જી.ને શપથ લેવડાવ્યા. આમ, હારેલા અને જીતેલા સૌ વિધાર્થીઓએ સાથે મળીને વિજય સરધસનો આનંદ માની મેહમાનો ગુરૂજનોના આશીર્વાદ લીધા.

નાલંદા વિદ્યાલયના સોલંકી ગજેન્દ્દસિંહ, બારીયા કમલેશ, સ્નેહલ અને પાયલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પર્વ સફળ આયોજન થયું હતું.