કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં રાત્રીના સમયે આટાફેરા મારતાં ચારને ગ્રામજનોએ પોલીસ હવાલે કર્યો

કાલોલમા શહેરી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી તસ્કરો દ્વારા રાત્રીના સમયે નાની-મોટી ચોરીઓ થતી હોવાની અનેક બૂમ સંભળાતી હોય છે. કાલોલ તાલુકાનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ઠેકાણે ઘરફોડ ચોરીનાં ઈરાદાઓ સાથે રાત્રીના સમયે રખડતા અજાણ્યાં ઈસમોને જોઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે.

જ્યારે ડેરોલગામમાં છેલ્લા ઘણાં સમયથી તસ્કરોએ રાત્રી સમયે ફરતા હોવાની બૂમોપડતી હોય છે. જોકે, ગણતરીના દિવસો પહેલા જ ડેરોલગામ બિલિયાપુરા રોડ પર આવેલ એક દુકાનનું શટલ તોડી તસ્કરોએ પરચુરણ, બે બોટલ પાણી તેમજ દુકાનમાં વેચાણ માટે રાખેલ કિલો પેંડા ઝાપટી ફરાર થઈ ગયા હતા. ડેરોલગામના ભક્તરાજ ફળિયામાં છેલ્લાં ચાર અઠવાડિયાથી ઘરો પર રાત્રે અજાણ્યાં ઈસમો દ્વારા પથ્થર ફેંકતા સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ સર્જાતો હોય છે.

ગતરોજ ડેરોલગામમા ભક્તરાજ ફળિયામાં રાત્રીના સમયે એક રીક્ષામાં બેસી ચાર અજાણ્યાં ઈસમો યુવાનો ભક્તરાજ ફળિયામાં ઘર પર પથ્થર ફેંકતા ફળિયાના રહીશો ભરનિંદર માંથી જાગી જતા આવેલ ચારે અજાણ્યાં ઈસમો ભાગવાની કોશિષ કરતા ગ્રામજનો સાથે ચારે તસ્કરોએ ઝપાઝપી કરતાં ગામના જ એક યુવાન રાજેશભાઈને આવેલ તસ્કરો પૈકીના એકેએ તેના હાથમાંનો છરો મારી દેતા ડેરોલગામના રાજેશભાઈને જમણા હાથની આંગળીઓ પર ઈજા પહોંચાડી હતી. આવનાર ચાર અજાણ્યાં ઈસમોને યુવાનોને પકડી પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં રાત્રીના સમયે પકડાયેલા મહેશભાઈ જયંતિભાઈ માળી રહે. વડોદરા, કિશનભાઈ ચિમનભાઈ માળી રહે.ભરૂચ, સંજય ચિમનભાઈ માળી, રહે.ભરૂચ, રાજેશ લાલાભાઈ માળી રહે.વડોદરા નાઓને પોલીસે સોંપવામાં આવ્યા હતા. મોટી સાંજ સુધી પોલીસ દ્વારા આ ઈસમો વિરૂદ્ધ આ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ નથી.

Don`t copy text!