વૈષ્ણવાચાર્ય અભિષેક લાલજી મહારાજના પાવન સાનિધ્યમાં કાલોલના આંગણે અલૌકીક માળા પહેરામણી મનોરથ યોજાયો

નિકુંજનાયક શ્રી ગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી એવમ પુ.પા.ગો. શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં ગો. વા. જ્યોત્સનાબેન ધનશ્યામભાઈ મજમુદારની માળા પહેરામણીનો અલૌકીક મનોરથ અષાઢ સુદ 8 તારીખ 14/07/2024 ને રવિવાર ના રોજ યોજાયો. આ અલૌકીક મનોરથનો લાભ લેવા મનોરથી પરીવારજનો અને કાલોલની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટી ઉમટી પડી હતી. આ અલૌકીક અવસર પર શ્રીગોવર્ધનનાથજી હવેલીમાં શ્રી ઠાકોરજીને પલના મનોરથના દર્શન સવારે 10 કલાકે ત્યાર બાદ સમસ્ત મંડળના પાઠ બપોરે 3 કલાકે, માળા પહેરામણી સાંજે 5 કલાકે, પુ.જે જે શ્રીના વચનામૃત સાજે 6 કલાકે યોજાયા. જેમા પૂજ્ય શ્રી એ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવા સામે ચિંતા વ્યક્ત કરી સનાતન ધર્મ અને સંસ્કૃતિનું પાલન કરવા ઉપર ભાર મુકયો. ત્યારબાદ ગુલાબ નિકુંજમાં શ્રી ઠાકોરજીના ભવ્ય મનોરથના દર્શન સાંજે 7-00 કલાકે થશે. ત્યાર બાદ કાલોલના સમસ્ત વૈષ્ણવ સમાજ માટે મહાપ્રસાદની ભવ્ય વ્યવસ્થા સાંજે 7-30 કલાકે મંદિરના પ્રયાગરાજ ચોકમાં રાખેલ.