કાલોલ શહેરની રે.સ.નં. 391 (નવો) 110(2) જુના મા બનાવેલ અંબાલાલ પાર્ક 1 સોસાયટીના રહીશોએ બીજી સોસાયટીમાં જવાના રસ્તા ઉપર ફેનસિંગ કરી દિવાલ બનાવી હતી. જેની સામે મહેન્દ્રભાઈ શનાભાઈ પટેલ દ્વારા જીલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગત તા 29/06/24 ના રોજ સોસાયટીના તમામ લોકો રસ્તાનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવાલ દુર કરવાની સુચના આપી હતી. જે અન્વયે કાલોલ નગરપાલિકાને લેખીત જાણ જીલ્લા કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવી હતી અને કાલોલ નગરપાલિકા ચીફ ઓફીસર દ્વારા સોસાયટીના રહીશોને ગત તા.09/07/2024નારોજ આ દિવાલ ત્રણ દિવસમાં દુર કરવા નોટીસ આપી હતી. જેની સમય મર્યાદા પુરી થતા આજ રોજ સોમવારે કાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર અને સ્ટાફ તેમજ નાયબ મામલતદાર મહેસૂલ તેમજ સર્કલ મામલતદાર પોલિસ સ્ટાફ સાથે દિવાલ તોડવા આવી પહોંચ્યા હતા. જ્યાં સોસાયટીના રહીશોએ દીવાલ તોડવા સામે વિરોધ દર્શાવી પોતાને સાંભળ્યા વિના સ્વાગત કાર્યક્રમમા હુકમ થયો છે, તેમજ સોસાયટીના રહીશોએ કાલોલની સીવીલ કોર્ટમાં દિવાલ તોડવા સામે આજે જ દાવો દાખલ કરેલ છે. જેની નોટીસ પણ આજે દિવાલ તોડવાના સમયે બજેલ છે, પરંતુ સિવિલ કોર્ટે કોઇ મનાઈ હુકમ આપ્યો નહી હોવાથી જીલ્લા સ્વાગતના હુકમ સૂચના મુજબ દિવાલ જેસીબી મશીન થી તોડી પાડવામાં આવી હતી.