અમદાવાદ એરપોર્ટથી છેલ્લા બે વર્ષમાં ૧૭૦ કિલો સોનું ઝડપાયું હતું. આમ, એક જ વર્ષમાં એરપોર્ટથી દાણચોરીનું સોનું ઝડપવાના પ્રમાણમાં ૬૫ ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૨૪૧.૧ કિલો સોનું ઝડપાયેલું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦૭ કિલો અને ૨૦૨૩-૨૪માં ૧૭૦ કિલો સોનું ઝડપવાના પ્રમાણમાં ૬૫ ટકાનો વધારો થયો છે. મોટાભાગના કેરિયર્સ યુઓઈ, બેંગકોક, થાઈલેન્ડથી દાણચોરીનું સોનું અમદાવાદમાં લાવતા હોય છે. જોકે, દાણચોરી કરવાની પદ્ધતિમાં સતત ફેરફાર કરવામાં આવ્યો છે. દાણચોરો સોનાને છુપાવવા, અંડરગાર્મેન્ટ, સેનિટરી નેપકિન, સહિત અનેક ટેકનિક અપનાવવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં અગાઉથી બાતમી અને શરીરના હાવભાવને આધારે પકડી લાવવામાં આવે છે.
માહિતી મુજબ સોનાની કિંમત વધે તેમ દાણચોરીના પ્રમાણમાં વધારો થયો છે. ૨૦૧૮-૧૯માં ૮૧ કિલો, ૨૦૧૯-૨૦માં ૧૦૭ કિલો, ૨૦૨૦-૨૧માં ૧૭ કિલો, ૨૦૨૧-૨૨માં ૩૩ કિલો, ૨૦૨૨-૨૩માં ૧૦૭ કિલો, ૨૦૨૩-૨૪માં ૧૭૦ કિલો સોનાની દાણચોરી થઈ છે.