વડોદરાની કરનાળી આંગણવાડીમાં ઈદનાં પાઠ ભણાવતા વિવાદ ઉભો થયો છે. અભ્યાસક્રમમાં ન હોવા છતાં ઈદનાં પાઠ ભણાવાતા વિવાદ સર્જાયો છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને માથે રૂમાલ પણ બંધાવાયો છે. આંગણવાડીમાં ઈદની ઉજવણીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને આ બાબતે જાણ કરી હતી. તેમજ કાર્યવાહીની માંગ ઉચ્ચારી છે.
જામનગરનાં સોનલનગર વિસ્તારની આંગણવાડીમાં વિવાદ થયો છે. વીડિયોમાં નાના બાળકો પાસે મહિલા કાર્યકર દ્વારા નારા લગાડવામાં આવ્યા છે. તેમજ આંગણવાડીમાં બાળકોને નમાઝ અદા કરતા વિવાદ થયો છે. આંગણવાડી સંચાલક બિંદુ રાઠોડે જ વીડિયો ઉતારી ગ્રુપમાં શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતા આંગણવાડી સંચાલક પર સવાલ ઉઠ્યા હતા. જે બાદ આંગણવાડી સંચાલક દ્વારા ઉપરથી સૂચના મળ્યા મુજબની કામગીરી કરી હોવાનો સંચાલક દ્વારા દાવો કર્યો હતો.